[surat] - સુરતમાં એરપોર્ટ પાસે 90 બિલ્ડિંગો જોખમી હોવા અંગે હાઈ કોર્ટમાં રિટ

  |   Suratnews

સુરત એરપોર્ટ આસપાસનાં 90 જેટલા ઊંચા બાંધકામોને કારણે ગમે ત્યારે અકસ્માત સર્જાઇ શકે તેમ છે, જે બાબતે તત્કાલ નિર્ણય લઇ બાંધકામો પર લાઇટિંગની ગોઠવણીથી લઇ આ સોસાયટીઓ માટે યોગ્ય નિર્ણય લેવા હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. જે દલીલો ધ્યાને લઇ કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકાર, એરપોર્ટ ઓથોરિટી સહિત અન્યોને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી 29મી એપ્રિલ પર મુલતવી રાખી છે.

અરજદાર વિશ્વાસ સુધાંશુએ એડવોકેટ કે.આર.કોષ્ટી મારફત કરેલી રિટમાં એવી રજૂઆત કરી છે કે, તે માત્ર સુરત એરપોર્ટનો ઉપયોગ કરતા લોકો અને આસપાસના રહીશોના હિત માટે તેઓ આ રિટ કરી રહ્યા છે. રાજ્ય સરકારે 1990માં 1400 મીટર એરસ્ટ્રિપ સાથે સુરતમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવ્યું હતું. 2007માં એરસ્ટ્રિપની લંબાઇ 2250 મીટર કરાઈ હતી. અમદાવાદ બાદ સુરત ગુજરાતનું સૌથી વધુ બિઝી એરપોર્ટ છે. જ્યાંથી રોજની 37 પ્લેન આવે છે. 2017-18માં જ 6.81 લાખ લોકોએ સુરત એરપોર્ટનો ઉપયોગ કર્યો છે....

ફોટો - http://v.duta.us/ixRgZQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xgWBugAA

📲 Get Surat News on Whatsapp 💬