[vadodara] - અનોખું / નસવાડીનું એક ગામ જેના બે નામ : સાગપાલીયા અને કેશરપુરા

  |   Vadodaranews

નસવાડીઃ નસવાડી તાલુકાનું એક ગામ એવું છે જેના બે નામ છે. એક નામ સાગપાલીયા બીજું નામ કેશરપુરા કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલનું આ ગામ છે. તેમના સરનામા પર કેશરપુરા લખાય છે. સાગપાલીયા ગામ વર્ષોથી પાણીની સમસ્યાથી દુઃખ ભોગવતું હતું બારે માસ પાણીની સમસ્યાના ઉકેલ લાવવા માટે પ્રયાસ કર્યા છતાં સફળતા મળી ન હતી. આખરે સાગપાલીયાની સીમમાં જ બે કુટુંબ રહેતા હોય પાણીની સમસ્યા ત્યાં હતી નહીં.

જેને લઈ સાગપાલીયા આખું ગામ બે કુટુંબોની સાથે વસવા લાગ્યું અને ગામનું નામ કેશરપુરા કરાયું જમીન એક જ છે. ગામમાં માર્ગ અને મકાન વિભાગના બે વિલેજ બોર્ડ દેખાય છે. ગામની પ્રાથમિક શાળા પર સાગપાલીયા નામ છે. મતદાન મથક કેશરપુરા નામનું છે 1000થી વધુ વસ્તી ધરાવતા ગામમાં હિન્દુ મુસ્લીમ લોકો આજે પણ રહે છે. પાણીની સમસ્યાનો ઉકેલ ગામના નામ બદલવાથી થયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. રાજ્યનું એવું ગામ જેના 2 નામ તરીકે આ ગામની ઓળખ છે.

ફોટો - http://v.duta.us/H0rmFQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/aNYnJQAA

📲 Get Vadodara News on Whatsapp 💬