[vadodara] - ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં રેઝીનથી પેઇન્ટિંગ બનાવતી વેળા મ્યુરલ વિભાગમાં આગ લાગી

  |   Vadodaranews

સોમવારે મોડી સાંજે એમ.એસ.યુનિ.ના ફાઇન આર્ટસના મ્યુરલ પેઇન્ટીંગ વિભાગમાં રેઝીનના ઉપયોગથી પેઇન્ટીંગ બનાવતા અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેને કારણે પેઇન્ટીંગ અને રૂમનો ઇલેકટ્રીસીટી માટેનું વાયરીંગ બળીને ખાખ થઇ ગયો હતો.પ્રોફેસર કપીલ કુમાર દ્વારા આગમાં 25 લાખનું નુકશાન થયું હોવાનો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એમ.એસ.યુનિ.ના ફાઇન આર્ટસ વિભાગમાં વિદ્યાર્થીની દ્વારા સોમવારે રેઝીનના ઉપયોગથી બ્લોક પેઇન્ટીંગ બનાવવામાં આવી રહ્યું હતુ.સાંજે 7:50 કલાકે અચાનક જ રેઝીનના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો.આગને કારણે સ્થળ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને મદદ માટે ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જાણ થતા ફાયર ઓફિસર ઇનાયત શેખ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચીને આગ કાબુમાં લીધી હતી.ત્વરીત કામગીરીને પગલે મોટું નુકશાન થતા ટળ્યું હતું.આગને કારણે રેઝીનથી બનતું પેઇન્ટીંગ અને રૂમમાં આવેલ ઇલેટ્રીસીટી માટેનું વાયરીંગ બળી ગયું હતું.પ્રોફેસર કપિલ કુમાલ દ્વારા આગને કારણે 25 લાખનું નુકશાન થયું હોવાનો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે.

ફોટો - http://v.duta.us/s5GkBgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/S6T9PwAA

📲 Get Vadodara News on Whatsapp 💬