[vadodara] - મહિલા આચાર્યને અવંતિકા ડૉ.એ.પી.જે કલામ એવોર્ડ

  |   Vadodaranews

સમકાલીન કલાકારો અને બૌદ્ધિકોના સંગઠન અવંતિકા દ્વારા વડોદરાના આચાર્યાનું પ્રતિષ્ઠિત અવંતિકા ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ એવોર્ડ - 2019થી સન્માન કરવામાં આવ્યું છે. તાજેતરમાં સૌરાષ્ટ્રના મોરબીની યુનિક સ્કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી બેસિલ સ્કુલના આચાર્યા સાબિતા રોયને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે છેલ્લા 20 વર્ષોથી દેશભરમાં વાયુદળની વિવિધ શાળાઓમાં અને વડોદરામાં સ્થાયી થયા બાદ ત્રણ નામાંકિત શાળાઓમાં શિક્ષણ સેવાઓ આપી છે અને ખંત તથા પરિશ્રમથી ઉજ્જવળ શૈક્ષણિક પરિણામો મેળવ્યા છે. એમ.એસ.સી, બી.એડ, એમ.એડ અને ડિપ્લોમા ઈન સ્કુલ મેનેજમેન્ટ જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો ધરાવનાર સાબિતા રોયે શિક્ષણ તેમજ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં નિસ્વાર્થ ભાવે કરેલી સેવાની કદરરૂપે તેમને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

ફોટો - http://v.duta.us/uYs2wQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7flwpgAA

📲 Get Vadodara News on Whatsapp 💬