[vadodara] - લોકસભા / વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારનો ટેકેદાર બેરોજગાર યુવાન બન્યો, કહ્યું: 'મોદી સરકારમાં નોકરી મળવી મુશ્કેલ બની'

  |   Vadodaranews

વડોદરા: વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રશાંત પટેલના ચાર ટેકેદાર પૈકી એક શિક્ષિત બેરોજગાર આશિષ તડવીએ સહી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મોદી સરકારમાં નોકરી મળવી મુશ્કેલ થઇ ગઇ છે. ખાનગી કંપનીઓમાં માત્રને માત્ર શોષણ થઇ રહ્યું છે.

હું હોકીનો નેશનલ ખેલાડી છું. પરંતુ મને નોકરી મળી નથી

કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર તરીકે સહી કરનાર તરસાલીના રહેવાસી આશિષ તડવીએ જણાવ્યું હતું કે, હું એમ.એસ. યુનિવર્સિટીમાં એમ.કોમ.ના ફાઇનલ યરમાં અભ્યાસ કરું છું. પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોવાથી નોકરી કરીને અભ્યાસ કરવાની ઇચ્છા હતી. પરંતુ, નોકરી મળતી નથી. ખાનગી કંપનીઓમાં 12 કલાક નોકરીમાં માત્ર રૂપિયા 6થી 7 હજાર પગાર આપીને શોષણ કરવામાં આવે છે. હું હોકીનો નેશનલ ખેલાડી છું. મેં સ્પોર્ટ્સ ક્વોટામાં પણ અરજી કરી છે. પરંતુ મને નોકરી મળી નથી....

ફોટો - http://v.duta.us/ofyJYwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/h7otGQAA

📲 Get Vadodara News on Whatsapp 💬