[vadodara] - સ્ટર્લિંગ જૂથનું દેવું ભરપાઇ કરવા માટે દુબઇનું અલ- ખુરી જૂથ તૈયાર

  |   Vadodaranews

સ્ટર્લિંગ જૂથમાં ફડચાની કાર્યવાહી અંતર્ગત અલાહાબાદ બેંકે વન ટાઇમ સેટલમેન્ટના પ્લાનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ,મુંબઇ ખાતે રજૂ કર્યો હતો.કોર્ટે આખીય પ્રક્રિયા સામે શંકા વ્યક્ત કરીને સેટલમેન્ટ અંતર્ગત જમા કરાવવાના પૈસા ક્યાંથી આવશે તેવો સવાલ કર્યો હતો.મામલાની બીજી સુનાવણી દરમિયાન સ્ટર્લિંગ જૂથના પૈસા ભરવા માટે અલ- ખુરી જૂથનું નામ આપવામાં અાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટર્લિંગ બાયોટેકની 14મી કમિટી ઓફ ક્રેડિટર્સમાં બહુમતી દ્વારા વન ટાઇમ સેટલમેન્ટના પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી.નાટ્યાત્મક રીતે ફરહાદ દારૂવાલા નામની વ્યક્તિએ એન.સી.એલ.ટી.માં સ્ટર્લિંગ જૂથ તરફે પૈસા ભરવાની તૈયારી બતાવી હતી.કોર્ટે આખીય પ્રક્રિયા સામે શંકા કરીને પૈસા ક્યાંથી આવશે સહિતના સવાલો ઉઠાવ્યા હતા અને મામલાની વધુ સુનાવણી માટે સમય આપ્યો હતો.બીજી મુદતે કંપની તરફે પૈસા જમા કરાવવા અંગેની વિગત આપવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઇના અલ-ખુરી જૂથ પાસેથી પૈસા લઇને સ્ટર્લિંગ જૂથનું દેવું ભરપાઇ કરાશે તેવું જણાવ્યું હતુ.જેમાં અલ-ખુરી જૂથ અને ઇસ્લામિક બેંક એમ બંને જગ્યાએથી પૈસા ભરપાઇ કરવા મળશે તેમ બતાવવામાં આવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4pDIBwAA

📲 Get Vadodara News on Whatsapp 💬