[valsad] - પારડી કલસરના તલાટી સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ

  |   Valsadnews

પારડી તાલુકાના કલસર ગામના તલાટી ચોક્કસ પક્ષને મત આપવા અરજદારોને કહેતા હોવાનાં આક્ષેપ સાથે માજી ડે.સરપંચે આચાર સંહિતાના ભંગની ફરિયાદ કરી છે.જિલ્લા ચૂંટણી અધિકારી કચેરીને કરેલી ફરિયાદમાં તલાટી સામે કાર્યવાહી કરવા તેમણે દાદ માગી છે.

પારડી તાલુકાના કલસર ગામના માજી ડે.સરપંચ કિરણ ઇશ્વરભાઇ પટેલે જિલ્લા ચૂંટણી અધિકારીને કરેલી સોમવારે કરેલી લેખિત ફરિયાદમાં કલસરના તલાટીએ આચાર સંહિતનો ભંગ કરી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો. પંચાયતમાં કોઇ કામ અર્થે ગયા હતા ત્યારે તલાટી તેમને ચૂંટણીમાં ચોક્કસ રાજકીય પક્ષને મત આપવા સમજાવતો હતો.કંઇ કામ હોય તો કહેજો,થઇ જશે તેવું જણાવતા સરકારી કર્મચારી આવી વાતો કેવી રીતે શકે તેવા આક્ષેપો સાથે માજી ડે.સરપંચે તલાટી વિરૂધ્ધ આચાર સંહિતા ભંગ હેઠળ કાર્યવાહી કરવા દાદ માગી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kik3DAAA

📲 Get Valsad News on Whatsapp 💬