[ahmedabad] - અમદાવાદ / કઠવાડા જીઆઈડીસીમાંથી 10 વર્ષના બાળકનું અપહરણ, 10 હજારની માંગ, અંતે છૂટકારો

  |   Ahmedabadnews

બે બાઇક પર આવેલા ચાર હિન્દીભાષી શખસોએ અપહરણ કર્યું

અમદાવાદ: શહેરના કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાંથી 10 વર્ષના બાળકનું ચાર અજાણ્યા શખસોએ અપહરણ કર્યું હતું. આ અપહરણકારોએ બાળકને છોડવા માટે રૂ. 10 હજારની માંગ કરી હતી. જો પૈસા નહિં આપે તો મારીને જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. જો કે પોલીસને જાણ થઈ ગઈ હોવાની ખબર પડતાં આરોપીઓ બાળકને રસ્તામાં છોડી નાસી ગયા હતા.

જો અડધી કલાકમાં નહીં આવો તો મારીને જમીનમાં દાટી દઈશું

કઠવાડા જીઆઈડીસીમા આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા આકાશ પટણીના ઘરની બાજુમાં રોહિત પુરબીયા રહે છે. ગઈકાલે સાંજે આકાશ રોડ પર નાસ્તાની લારી પાસે ઉભો હતો ત્યારે બે શખ્સ બાઈક પર રોહિતના ભાણીયા ઋત્વિક ઉર્ફે કાળુને લઈને જતા હતા. તેણે બૂમ પાડી આકાશ મને આ લોકો લઈ જાય છે જેથી રોહિતે તેઓને અટકાવ્યા હતા. આ દરમિયાન પાછળ અન્ય બે શખ્સ પણ બાઈક પર આવ્યા હતા. હિન્દીભાષી બાઈકચાલકોએ કહ્યું કે, બાળક જોઇએ તો 10 હજાર રૂપિયા લઈને આવો. ત્યાર બાદ ધમકી આપતા કહ્યું કે, જો અડધી કલાકમાં નહીં આવો તો મારીને જમીનમાં દાટી દઈશું. આ અંગે આકાશે રોહિતને ફોન કરી જાણ કરી અને બાદમાં નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને અપહરણ થયાની જાણ કરવામા આવી હોવાની અપહરણકારોને જાણ થતા ઋત્વિકને મૂકી તેઓ નાસી ગયા હતા. નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફોટો - http://v.duta.us/E1npXgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/g_K9jgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬