[ahmedabad] - અમદાવાદ / ગર્લફ્રેન્ડ હોવાનું માતા-પિતાને ઈ-મેમોથી ખબર પડી તે બદલ યુવકે પોલીસનો આભાર માન્યો

  |   Ahmedabadnews

અમદાવાદ: સામાન્ય રીતે ટ્વીટર લોકો પોલીસને ફરિયાદો અને સલાહસૂચન કરતા હોય છે અને સારી વસ્તુ માટે ક્યારેક આભાર પણ વ્યક્ત કરતા હોય છે. પરંતુ એક અમદાવાદી યુવકે પોતાની ગર્લફ્રેન્ડ હોવાનું તેના પરિવાને ઈ-મેમોથી ખબર પડી તે બદલ ટ્વીટ કરીને અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો.

થોડા દિવસ પહેલા યુવકના ઘરે ટ્રાફિક વિભાગનો ઈ-મેમો આવ્યો હતો. તેના માતા-પિતાએ જોતા સ્ટોપલાઈન ભંગનો ઈ-મેમો હતો, અને તેમના પુત્રના વ્હીકલ કોઈ યુવતી બેઠેલી હતી. યુવક જ્યારે ઘરે આવ્યો ત્યારે તેના માતા-પિતાએ ઈ-મેમો બતાવ્યો હતો. ત્યારે યુવકે પોતાની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે યુવકે ડૉ. વિપુલ અગ્રવાલ (જોઈન્ટ સીપી એડમિનિસ્ટ્રેશન) અને અમદાવાદ પોલીસને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે મને મેલથી ઈ-મેમો મળ્યો છે. અને મેમોના ફોટોમાં હું અને મારી ગર્લફ્રેન્ડ છીએ જે અંગે મારા માતા-પિતાને જાણ ન હતી, પરંતુ આ ઈ-મેમોથી તેમને પણ ખબર પડી ગઈ છે. જે બદલ હું આભાર માનું છું.

ફોટો - http://v.duta.us/Wc6WJAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TiqMxwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬