[ahmedabad] - અમદાવાદ / રોડ પર થૂંકી રૂ.100નો ઈ-મેમો ન ભર્યો તો મ્યુનિ. ઘરે આવી બમણો દંડ વસૂલશે

  |   Ahmedabadnews

3 દિવસમાં ગંદકી ફેલાવનારા 48 લોકોને ઈ-મેમો, 1 હજારથી વધુ કેમેરાથી નિરીક્ષણ થાય છે

અમદાવાદઃ સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરનો છઠ્ઠો ક્રમાંક આવ્યા બાદ હવે કોર્પોરેશને નાગરિકોની આદત બદલવા ઝુંબેશ હાથ ધરી છે. અત્યારસુધી સોલીડ વેસ્ટ વિભાગની સ્કવોડ જાહેરમાં થૂંકનાર પાસેથી મેન્યુઅલી દંડ વસૂલતી હતી. પણ હવે સ્માર્ટ સિટી હેઠળ બનાવાયેલા કમાન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવીથી મોનિટરિંગ કરીને ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 48 લોકોને આ રીતે ઈ-મેમો ઈસ્યુ થયો છે. 59 જંકશનો ખાતે 1000થી વધુ કેમેરા દ્વારા અત્યારે 40 વ્યક્તિ મોનિટરિંગ કરે છે. ઈ-મેમો મેળવનાર વ્યકિત એક સપ્તાહમાં દંડ ન ભરે તો જે તે વોર્ડ ઈન્સ્પેકટર તેમના ઘરે જઈને બમણો દંડ વસૂલ કરશે....

ફોટો - http://v.duta.us/pUIb9gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/oRBZIwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬