[ahmedabad] - અમદાવાદ / સાબરમતી નદીમાં માછીમારી કરવા જતા યુવકનું ડૂબી જતા મોત

  |   Ahmedabadnews

માછીમારી કરવા નદીમાં ઉતર્યો, માછળી તો જાળમાં ન ફસાઈ પણ પોતે ફસાઈ ગયો

પરિવારજનો શોધખોળ કરતા તેની લાશ નદી પરથી મળી આવી હતી

અમદાવાદ: સાબરમતી નદીમાં માછીમારી કરવા જતાં માછળીની જાળમાં ફસાઈ જતા યુવકનું ડૂબવાથી મોત નીપજ્યું હતું. કેમ્પ સદર બજારની પાછળના ભાગે સાંજના સમયે યુવક માછીમારી કરવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.

માછળીની જાળમાં પગ ફસાઈ ગયો: શાહીબાગ કેમ્પ સદર બજારના ભીલવાસમાં રહેતો નિરંજન ઉર્ફે ટાકી અતુલ દાતણિયા (ઉમર -28) ગઈકાલે સાંજે 6.30 વાગ્યાની આસપાસ માછીમારી કરવા માછળીનો જાળ લઈ નદીમાં ઉતર્યો હતો. માછળીના જાળમાં પગ ફસાઈ જતા તે નદીમાં ડૂબી ગયો હતો. અતુલ રાત્રે 8.30 વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો નદી પર તપાસ કરવા ગયા ત્યારે ડૂબેલી હાલતમાં તેની લાશ મળી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફોટો - http://v.duta.us/Jt3PpQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QqhmBAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬