[ahmedabad] - ચુકાદો / સરકારી કર્મચારીઓને સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો અધિકારઃ હાઈકોર્ટ

  |   Ahmedabadnews

સરકારી અધિકારી સામે રાજ્ય સરકારે કરેલી શિસ્તભંગની કાર્યવાહીને હાઈકોર્ટે રદ કરી

સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માગવામાં ડર રાખવાની જરૂર નથીઃ હાઈકોર્ટ

સરકાર સામે અવાજ ઉઠાવનાર સામે શિસ્ત ભંગની કાર્યવાહી કરવી યોગ્ય નથીઃહાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સિનિયર સાયન્ટિસ્ટના પદે રહેલા એક અધિકારીએ પ્રજાની તિજોરીને નુકસાન પહોંચે તે પ્રકારના વ્યવહારો અંગે માહિતી માગી હતી. પરંતુ સરકારે સરકારી અધિકારીને ન શોભે તેવા વર્તનનો આરોપ મુકી અરજદાર પર શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. પરંતુ હાઈકોર્ટે રાજ્ય સરકારના આ નિર્ણયને રદ કરી કહ્યું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માગવામાં ડર રાખવાની જરૂર નથી. સરકારી કર્મચારીઓને સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે. યોગ્ય રીતે વાંધા રજૂ કરનાર કે સરકાર સામે અવાજ ઉઠાવનારાઓને સરકાર દંડી શકે નહીં. દેશના બંધારણે આપેલા અધિકારો સર્વોપરી છે. સરકાર સામે અવાજ ઉઠાવનાર સામે શિસ્ત ભંગની કાર્યવાહી કરવી યોગ્ય નથી.

ફોટો - http://v.duta.us/l9VJZwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AudhKgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬