[ahmedabad] - બાવળા / રજોડા પાટિયા પાસે પૂંઠાનાં બોક્સ બનાવતી કંપનીમાં આગ

  |   Ahmedabadnews

પવન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીનો તમામ સામાન અને શેડ બળીને ખાખ

બાવળા અને અમદાવાદના ફાયર ફાઈટરોનો 6 કલાકની જહેમત બાદ આગ કાબુમાં, જાનહાની નહીં

બાવળા: બાવળાના ૨જોડા ગામના પાટીયા પાસે આવેલી પૂંઠાનાં બોક્સ બનાવતી ખાનગી કંપનીમાં બપોરે અચાનક કોઇ કારણસર આગ લાગતાં પવન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીનો તમામ સામાન અને શેડ બળીને ખાખ થઈ જવા પામ્યો છે. બાવળા અને અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આગમાં કોઈ જાનહાની થવા પામી નથી.કંપનીને લાખો રૂપીયાનું નુકશાન થવા પામ્યું છે.

બાવળા તાલુકાનાં રજોડા ગામના પાટીયા પાસે આવેલી બીગ બોક્સ કંન્ટેનર પ્રા.લી.કંપનીમાં પૂંઠાનાં બોક્સ બનાવવામાં આવે છે. આ કંપનીમાં બપોરે આશરે સાડા બાર વાગ્યાની આસપાસ કોઈ કારણસર આગ લાગી હતી.આગ લાગતાં કંપનીમાં કામ કરતાં કારીગરો દોડીને કંપની બહાર નીકળી ગયા હતાં.અને તરત જ કંપનીનાં મેનેજર અને માલીકને ઘટનાની જાણ કરી હતી તેમજ ફાયરબ્રિગ્રેડ ને જાણ કરી હતી. બપોરે પવન પણ વધારે હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું....

ફોટો - http://v.duta.us/dsZiUAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Yx853gAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬