[anand] - આગ / આણંદ-ભાલેજ ઓવરબ્રીજ પર મારૂતી વાન સળગી ઉઠી, જાનહાની નહીં

  |   Anandnews

મારૂતી વાનની આગના ગોટેગોટા દૂર સુધી દેખાયા

આણંદ ફાયરબ્રિગેડે મારૂતી વાનની આગ પર કાબૂ મેળવ્યો

આણંદ: આજે બપોરના સમયે આણંદ-ભાલેજ હાઈવે પરના ઓવરબ્રીજ પર રોડ પર પસાર થતી મારૂતી વાનમાં આગ ભભૂકી ઊઠી હતી. જો કે ચાલકની સર્તકતાને પગલે કારમાંથી તે ઉતરી ગયો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગથી મારૂતી વાનમાં ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. રોડ પર પસાર થતાં લોકો આગને પગલે થોભીને આગને નિહાળવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

કારમાં આગ ન લાગે એ માટે શું કરવું

રાજ્યભરમાં આગ ઓકતી ગરમી પકડી રહી છે. જેને પગલે કારમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. આવી ઘટના અનેક કારમાં બનતી હોય છે. આપણને પણ અવાર-નવાર સમાચાર વાંચવા મળે છે. ત્યારે આજે આગ લાગવાના કારણો અને કારમાં આગ ન લાગે તે માટે શું કરવું જોઇએ તેની માહિતી આપીએ છીએ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tTSpuwAA

📲 Get Anand News on Whatsapp 💬