[bharuch] - કનેક્શન / શ્રીલંકામાં બ્લાસ્ટ કરાવનારો IS હેન્ડલર ભરૂચ, સુરતના 2 એજન્ટના સંપર્કમાં હતો

  |   Bharuchnews

બે વર્ષ પહેલાં ઝડપાયેલા આબિદ, કાસમની વોટ્સએપ ચેટમાં ખુલાસો

ગુજરાતમાં આઈએસથી પ્રભાવિત સક્રિય એજન્ટો હોવાની પોલીસને આશંકા

અમદાવાદ: શ્રીલંકામાં થયેલા આતંકી હુમલામાં હેન્ડલર તરીકે આઈએસ એજન્ટ આદિલ ‘એકસ’ નું નામ ખૂલ્યંુ છે, જેની ગુજરાતમાં આઈએસના એજન્ટો સાથેની લિંક બહાર આવી છે. 2017માં સુરતમાંથી ગુજરાત એટીએસે ભરૂચ અને સુરતના આબિદ અને કાસમની ધરપકડ કરી હતી. તે સમયે પોલીસે બંનેની વોટ્સએપ ચેટ તપાસી હતી, જેમાં આદીલ સાથેની વાતચીત હતી.

સુરતનો આબિદ મિરઝા અને ભરૂચનો કાસમ સ્ટીમરવાલા આદિલ સાથે સંપર્કમાં હોવાની વાતનો પોલીસે ચાર્જશીટમાં પણ ઉલ્લેખ કર્યો હતો. એ સમયે પોલીસે બંનેના ફોન અને લેપટોપ કબજે કર્યંા હતાં, જેમાં તે બંનેએ આઈએસના શ્રીલંકામાં સક્રિય આદિલ નામના એજન્ટ સાથે ચેટિંગ કર્યાના પુરાવા મળ્યા હતા. જોકે હવે શ્રીલંકામાં થયેલા હુમલામાં ભૂમિકા ભજવનારા આદિલ સાથે આ બંને એજન્ટની લિંક બહાર આવતા એટીએસ, એસઓજી, ક્રાઇમ બ્રાંચ એલર્ટ થઈ છે....

ફોટો - http://v.duta.us/JrqPhwEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/s289xAAA

📲 Get Bharuch News on Whatsapp 💬