[bharuch] - ગરમી / રાજપીપળામાં 44 ડીગ્રી તાપમાનમાં બેની તબિયત લથડી

  |   Bharuchnews

ભરૂચમાં પાછલા વર્ષોના રેકોર્ડ તોડવા ગરમીની આગેકુચ : રવિવાર 44.8 ડીગ્રી સાથે હોટેસ્ટ ડે

ભરૂચ, રાજપીપળાઃ ભરૂચમાં રવિવારના રોજ ગરમીએ પાછલા 9 વર્ષના રેકોર્ડને તોડવાની આગેકુચ જારી રાખી હોય તેમ તાપમાન 44.8 ડીગ્રી નોંધાયું હતું. બીજી તરફ નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર કરી જતાં બે વ્યકિતઓને લુ લાગી જતાં તેમને વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તાપમાનના ઉંચા જઇ રહેલા ગ્રાફને જોતા આ વર્ષે ગરમી પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડી નાંખે તેવી સંભાવના રહેલી છે. ભરૂચમાં 45 ડીગ્રી બાદ હીટવેવની સ્થિતિ નિર્માણ પામતી હોવાથી તંત્રએ લુથી બચવા માટે લોકોને બપોરના સમયે ઘરની બહાર નહિ નીકળવા તાકીદ કરી છે.

ભરૂચમાં 2010 બાદ એપ્રિલ મહીનામાં સૌથી આકરી ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહયાં હોવાથી ગરમીએ 9 વર્ષનો રેકોર્ડ તોડયો છે. શનિવારે તાપમાન 44.4 ડીગ્રી રહયું હતું જે વધીને રવિવારના રોજ 44.8 ડીગ્રીએ પહોંચી જતાં સીઝનનો હોટેસ્ટ ડે નોંધાયો હતો. ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થઇ ચુકયું છે. રવિવારની રજા હોવાથી લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળતા આખો દિવસ શહેરમાં કરફ્યુમય માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ જળાશયો અને જંગલોથી ઘેરાયેલા નર્મદા જિલ્લામાં પણ ગરમીના વધી રહેલા પારાએ લોકોની ચિંતામાં વધારો કરી નાંખ્યો છે. રવિવારના રોજ 44 ડીગ્રીની અંગદઝાડતી ગરમીમાં બે વ્યકતિઓની તબિયત લથડી જતાં તેમને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં પણ તેમની હાલત નાજુક હોવાથી તેમને વડોદરા રીફર કરવામાં આવ્યાં છે....

ફોટો - http://v.duta.us/zC0XfgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tO2SggAA

📲 Get Bharuch News on Whatsapp 💬