[bharuch] - ભરૂચ / ભરથાણામાં પત્નીએ પતિને ચપ્પુ માર્યું,30 કલાક બાદ પતિનું મોત

  |   Bharuchnews

દવાખાને લઇ જવાના મામલે ઝઘડો થયો હતો

તબીબને ચપ્પુના ઘાની જાણ ન કરતાં મૃત્યુ થયું

ભરૂચઃ ભરૂચના ભરથાણા ગામે હત્યાનો વિચિત્ર બનાવ બન્યો હતો. દવાખાને જવાના મામલે થયેલી તકરારમાં પત્નીએ પતિના છાતીના નીચેના ભાગે ચપ્પુ હુલાવી દીધું હતું. જેમાં પતિને ઇજાઓ થતાં તેણે મામલાની ગંભીરતાને ટાળી ઝણોર ગામના એક તબીબ પાસે કામ કરતી વેળાં અજાણતામાં કોઇ વસ્તુ વાગવાની ચામડી ફાટી હોવાનું જણાવી પ્રાથમિક સારવાર કરાવી નિકળી ગયો હતો. જેના પગલે ઘટનાના 30 કલાક બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના ભરથાણા ગામે સમીર એગ્રો કંપાઉન્ડમાં ક્વાટર્સમાં રહેતો નંદકિશોર નારાયણ ઠાકોર કંપાઉન્ડમાં આવેલી દુર્ગા વુડન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો. દરમિયાન તેની પત્ની રૂપાદેવીને દવાખાને જવાનું હોઇ તેણે નંદકિશોરને દવાખાને લઇ જવા જણાવ્યું હતું. જોકે નંદકિશોરે તેને દવાખાને નહીં લઇ જતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાનમાં ઉશ્કેરાયેલી રૂપાદેવીએ આવેશમાં આવી જઇ તેના છાતીના નીચેના ભાગે ચપ્પુથી હૂલાવી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી....

ફોટો - http://v.duta.us/3K96dwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/XkglSQAA

📲 Get Bharuch News on Whatsapp 💬