[bhavnagar] - આજે સીમંધર સ્વામી દેરાસરમાં જન્મ મહોત્સવ

  |   Bhavnagarnews

આવતી કાલ સોમવારે સીમંધર પરમાત્માના જન્મ કલ્યાણની ભાર ભેર ઉજવણી થશે.

ભાવનગરના સીમંધર સ્વામી દેરાસરમાં શોભાયમાન સીમંધર પ્રભુનો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર વદ ૧૦ ને સોમવાર તા.29/4ના રોજ ભાવભક્તિભેર ઉજવવામાં આવશે. સવારે 7:00 પ્રભુજીનો અભિષેક, 7:30 કલાકે સમુહ સ્નાત્ર તેમાં ભાગ્ય ભક્તિ ડ્રો તથા સામુહિક પ્રભાવના કરવામાં આવશે. સ્નાત્રમાં આરતીનું ઘી બોલવામાં આવશે ત્યારબાદ નવકારશી કરવામાં આવશે. નવકારશીના પાસ સવારે 7 થી 8 સુધી જ મળશે.

આ ઉજવણી નિમિત્તે કુંભારવાડા પાંજરાપોળમાં પશુઓને ઘાસ અપાશે તથા પાંજરાપોળની ભોજનશાળામાં બહારથી આવતા ભિક્ષુકોને રસ પુરી જમાડવામાં આવશે. રાત્રે 8:30 કલાકે ભાવના ભાવવામાં આવશે, તથા 9 કલાકે આરતી કરવામાં આવશે. ત્યારબાદ ભક્તિ ડ્રો રાખવામાં આવશે. દેરાસર ની ભવ્ય મહાપુજા સાથે મેરૂપર્વતની રચના જોવા મળશે. શાસન વંદના રાખેલ છે અને પ્રભુજીને ભવ્ય અંગ રચના કરવામાં આવશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GoT4_wAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬