[bhavnagar] - ભાવનગર / 24 કલાકમાં જ તળાજામાં 500થી વધુ ચામાચીડિયાઓનું ભેદી મોત

  |   Bhavnagarnews

વન અધિકારીએ તીવ્ર ગરમીના લીધે મોતનું પ્રાથમિક કારણ જણાવ્યું હતું

મૃત ચામાચીડીયાઓને જમીનદાહથી અંતિમવિધિ કરવામાં આવી હતી

તળાજા: ગોરખ રોડ પર આવેલ સાર્વજનિક સ્મશાન ગૃહ મોક્ષ ધામમાં આવેલ વિશાળ વડલાનાં વૃક્ષ પર સ્થાયી રહેતા વડવાંગડા તરીકે ઓળખાતા ચામાચીડિયા કોઇ અકળ કારણસર ગઇ કાલ બપોર પછી વડલા પરથી ટપોટપ જમીન પર પડવા લાગ્યા હતા અને મોડી સાંજ અને રાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ચામાચીડિયાઓનું મોતનું પ્રમાણ વધતા આજે બપોર સુધીમાં તો ઝાડ નીચે ઠેર ઠેર ઢગલાબંધ જીવ ગુમાવી ઢળી પડયા હતાં. ઝાડ પર પણ મૃત હાલતમાં અટકતા જોવા મળતા હતા. જેથી મોક્ષ ધામનાં કર્મચારીઓએ તળાજા નગરપાલિકા સત્તાવાળાને જાણ કરતા અધ્યક્ષ વતી સુરેન્દ્રસિંહ સરવૈયા અન્ય સાથીઓ સાથે સ્થળ પર આવી માહિતી મેળવી તળાજા વનવિભાગનાં અધિકારીને બોલાવ્યા હતા. પ્રથમદર્શી રીતે 500થી વધુ ચામાચીડિયાના મોતથી તળાજાના આવે પ્રથમ વખત જ બન્યું હોઇ ચિંતા પ્રસરી હતી. વન અધિકારી જી.એલ.વાઘેલાએ અત્યારની વિક્રમ સર્જક ગરમીનાં પ્રકોપની ચામાચીડીયાના મોત થયાનું પ્રાથમિક અનુમાન દર્શાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/rNHyAAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Ut7OLgAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬