[bhavnagar] - ભૂવા પાસે જતાં પરિવારને અકસ્માત, 2 બાળકનાં મોત

  |   Bhavnagarnews

ગોંડલથી બાઇક પર બોઘરાવદર દાણા જોવડાવવા જઇ રહેલા પરિવારને કોટડા સરધાર રોડ પર અકસ્માત નડ્યો હતો. પતરાં ભરેલી છકડો રિક્ષાએ બાઇકને ઠોકર મારતા બાઇકમાં બેઠેલા બે માસૂમ સગાભાઇનાં મોત નીપજ્યા હતા, જ્યારે તેના પિતાને ઇજા થઇ હતી.

ગોંડલના ગુલાબનગરમાં રહેતા અશોકભાઇ વલકુભાઇ મીઠાપરા, તેના પત્ની, બે પુત્ર સમીર, વિશાલ અને પુત્રી એકતા બાઇકમાં બેસી બોઘરાવદર ગામે જવા નીકળ્યા હતા. અશોકભાઇ કોટડા સરધાર રોડ પર નવાગામ પાસે પહોંચ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલી પતરાં ભરેલી છકડો રિક્ષાએ બાઇકને ઠોકર મારી હતી. છકડોની ઠોકરથી અશોકભાઇ અને તેના ત્રણેય સંતાનો તથા પત્ની બાઇક પરથી ફંગોળાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંને પુત્રના મોત થયા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GwCUBQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬