[dahod] - જુની અદાવતમાં તીરકામઠા તથા પથ્થરોથી હુમલો કરાયો

  |   Dahodnews

ઝાલોદ તાલુકાના કોટડા ગામમાં જુના ઝઘડાની અદાવતમાં તીરકામઠાથી હુમલો કર્યો હતો. તથા પથ્થરમારો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બન્યો હતો. આ સંદર્ભે આઠ ઇસમો વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કોટડાના નિશાળ ફળિયામાં રહેતા પ્રવિણભાઇ પારગી, મલસીંગભાઇ ડામોર, કસુભાઇ પારગી તથા બચુભાઇ પારગીએ જુના ઝઘડાની અદાવતમાં ગોરસીંગભાઇ નુરજીભાઇ ડામોર તથા સાથેના લોકોને લાકડીઓ વડે માર મારી જતા રહ્યા હતા. ત્યાર બાદ થોડીવારમાં પાછળની આવેલા માનુભાઇ ડામોર, રાકેશભાઇ ડામોર, વનરાજ પારગી તથા પવિન્દ્રભાઇ પારગીએ પણ ગોરસીંગભાઇ તથા તેમની સાથેના અન્ય લોકોને તીરકામઠા વડે તીર ચલાવી તેમજ પથ્થરમારો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તમામ ભેગા મળી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/oW4C6wAA

📲 Get Dahod News on Whatsapp 💬