[gujarat] - અમદાવાદમાં રસ્તામાં થુંકતાં લોકોની હવે ખેર નથી, ઇ-મેમો સીસ્ટમ થઇ શરૂ

  |   Gujaratnews

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા શહેરમાં જાહેરમાં થૂંકીને ગંદકી કરતાં નાગરિકો સામે સખ્ત કાર્યવાહીની રણનીતિ ઘડી કાઢી છે. જેના ભાગરૃપે હવે દરેક વોર્ડ એટલે કે, 48 વોર્ડમાં 48 ફ્લાઇંગ સ્કોવ્ડની ટીમો ઉતારી દીધી છે. અમદાવાદમાં ઈ-મેમો સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 95 લોકોને ઈ-મેમો મળી ચૂક્યો છે.

આ ટીમો વોર્ડમાં ફરી જાહેરમાં થૂંકનારા વ્યક્તિઓ વિડિયો બનાવી તેમને રૂ. 100થી 300 સુધીનો દંડ કરશે. મ્યુનિ.ની રણનીતિ એવી છે કે, પાનના ગલ્લા આગળ ટીમના સભ્યો ઉભા રહેશે જે થૂંકનારને દંડ કરશે.

અચાનક જ અમદાવાદ મ્યુનિ. તંત્રને જાહેરમાં થૂંકનારા વ્યક્તિઓને દંડ કરવાની રણનીતિ કેમ બનાવવામાં આવી છે જેની પાછળનો કોઇ તર્ક નથી કેમ કે, મ્યુનિ.ના અધિકારીઓ ખુદ એવું કહે છે કે, ખમાસા સ્થિત અમદાવાદ મ્યુનિ.ની કચેરીમાં જ એક ડઝન ક્લાસ 1 અને 2ના અધિકારીઓ પોતાની ચેમ્બરમાં બેસી મસાલા ચાવે છે. તેઓ તેમના તાબાના અધિકારીઓને વોર્ડમાં ફરી જાહેરમાં થૂંકનારને દંડ કરવાનો આદેશ આપી રહ્યાં છે....

ફોટો - http://v.duta.us/EX2R6gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tgyltAAA

📲 Get gujaratnews on Whatsapp 💬