[gujarat] - ગરમીથી લોકો ત્રાહીમામ, 1901 બાદ 2019નું વર્ષ સૌથી ગરમ વર્ષ સાબિત થયું

  |   Gujaratnews

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાનું યથાવત છે, ત્યારે રાજ્યભરમાં આગામી 48 કલાક સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમીના કારણે ઈમરજન્સી કેસમાં 20%નો વધારો નોંધવામાં આવ્યો છે. રાજ્યભરના મુખ્ય શહેરોમાં ઓરેન્જ, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને લોકોને બપોરે 1થી 4 ઘરની બહાર ના નીકળવાની સલાહ આપી છે.

રાજ્યભરમાં કંડલા પોર્ટ પર સૌથી વધુ 46.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી, અમરેલીમાં 44.6 ડિગ્રી, વડોદરામાં 44.4, રાજકોટમાં 44 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 43.7, ગાંધીનગરમાં 43.6 ડિગ્રી, સુરતમાં 43.6, ડીસામાં 43.5 ડિગ્રી તાપમાન, ભૂજમાં 42.8, ભાવનગરમાં 42.5 ડિગ્રી, પોરબંદરમાં 41.1, મહુવા અને દીવમાં 41 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે....

ફોટો - http://v.duta.us/iKRqdwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2e2AKAAA

📲 Get gujaratnews on Whatsapp 💬