[gujarat] - જમીનને લઇ વણસ્યો વિવાદ, માંગરોળમાં બે રાઉન્ડ ફાયરિંગ

  |   Gujaratnews

કહેવાય છે કે જળ, જમીનને જોરૂ ત્રણેય કજિયાના છોરું. જીહા, આ કહેવત માંગરોળના નાનીનરોલી ખાતે સાર્થક થવા પામી છે. નાની નરોલી ગામે એક જ કોમના બે લોકો વચ્ચે રસ્તો અને જમીનને લઇ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જે વિવાદ ગઈકાલે ઉગ્ર બન્યો હતો. અને બે રાઉન્ડ ફાયરિંગ સુધી પોહોચ્યો હતો. સુરતના નાની નરોલી ગામે જમીનની જૂની અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું છે. સુરતમાં માંગરોળ પોલીસે ત્રણ મુખ્ય આરોપી સહીત 20 લોકો સામે ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે રહેતા ઇકબાલ હાસલોટ અને ગામના જ હનીફ અશરફ મલેક સાથે સરકારી પડતર જમીન અને રસ્તાને લઇ બબાલ થઇ હતી. આ બબાલ ગઈ કાલે સવારે ઉગ્ર બની હતી. આરોપી હનીફ મલેક તેમના માણસો લઈ ફરિયાદી ઇકબાલ સાથે માથાકૂટ થઇ હતી. જોકે ગામના લોકો ભેગા થઇ જતા આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. જોકે ઇકબાલ હાસલોતે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા આરોપી સાંજે હાથમાં પિસ્તોલ લઇ તેના 20 જેટલા માણસો સાથે દોડી જઈ ફરિયાદી પર એક રાઉન્ડ ફાયરિંગ અને 1 રાઉન્ડ ફાયરિંગ હવામાં કરી રીતસર આંતક મચાવ્યો હતો....

ફોટો - http://v.duta.us/QkkdPAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rQtZAQAA

📲 Get gujaratnews on Whatsapp 💬