[gujarat] - તું મને છૂટાછેડા આપી દે, મારે બીજા લગ્ન કરવા છે, કહી પતિએ પત્ની સાથે કર્યું કંઇક આવું!

  |   Gujaratnews

તું મને છુટાછેડા આપી દે, મારે બીજા લગ્ન કરવા છે, જો છુટાછેડા નહીં આપે તો હું જાનવીને રખાત તરીકે રાખીશ, તેવી પત્નીને ધમકી આપી ઘર છોડીને જતાં રહેલા ગાજરાવાડીના પ્રશાંત માળી વિરુદ્વ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ગોકુલનગરમાં રહેતી ૩૧ ર્વિષય પલ્લવીબેનના ૧૦ વર્ષ પહેલા એબીબી કંપનીમાં નોકરી કરતાં પ્રશાંત માળી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પલ્લવીબેને એક પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ છેલ્લા છ મહિનાથી પતિનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું.

આરોપી પ્રશાંત નજીવી બાબતોએ પત્નીને ગાળો આપી મારઝુડ કરતો હતો. ઘણાં સમયથી પતિ મનફાવે ત્યારે ઘરે આવે છે. થોડા દિવસ પહેલા તેણે પત્નીને, તું મને છુટાછેડા આપી દે, મારે બીજા લગ્ન કરવા છે, તેવી પણ ધમકી આપી હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં થયો છે....

ફોટો - http://v.duta.us/dhDW0QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NejEgwAA

📲 Get gujaratnews on Whatsapp 💬