[gujarat] - પ્રચંડ ગરમીનો પ્રકોપ, વડોદરાના કારેલબીગમાં પીગળી ગયા રોડ

  |   Gujaratnews

ગુજરાતમાં ગરમીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યા બાદ આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે. આગ ઓકતી ગરમીમાં વડોદરામાં રોડ પીગળી ગયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં આજે તાપમાનનો પારો 44ને પાર પહોંચી ગયો હતો. કારેલીબાગ સ્થિત મુક્તાનંદથી એલ એન્ડ ટી સર્કલ પરનો રોડ ગરમીને કારણે પીગળી ગયો હતો. રોડ પીગળી જતાં રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આગ ઓકતી ગરમીએ જનજીવન પ્રભાવિત થયું છે. તેવામાં ડામરના રોડ પણ જાણે કે ગરમી સામે હાર માનતાં હોય તેમ આઈસ્ક્રીમની જેમ પીગળી ગયા હતા. રોડ પીગળી જવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો કેટલાય બાઈકચાલકો બેલેન્સ ન રહેતાં બાઈક પરથી નીચે પટકાયા હોય તેવાં દ્રશ્યો પણ સર્જાયા હતા. રોડ પીગળી જતાં અને બાઈકચાલકો નીચે પટકાતાં સ્થાનિકોએ રોડ પર રેતી નાખી દીધી હતી....

ફોટો - http://v.duta.us/i11_sgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9g7omQAA

📲 Get gujaratnews on Whatsapp 💬