[gujarat] - મોરબી: આગ ઝરતી ગરમીમાં એક બેડા માટે રઝળપાટ, ચક્કાજામની ચેતવણી

  |   Gujaratnews

મોરબીના રવાપર ગામે આવેલ વિવિધ એપાર્ટમેન્ટમાં છેલ્લા છ મહિનાથી પાણી આવતુ ન હોવાથી મહિલાઓને આવી આગ ઝરતી ગરમીમાં એક બેડા પાણી માટે જ્યા ત્યા વલખા મારવા પડતા હોવાથી કફોડી હાલત થઈ ગઈ છે. ત્યારે તાલુકા પંચાયતના સદસ્યએ રજુઆત કરીને આ પાણી પ્રશ્ન ન ઉકેલાય તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબી તાલુકા પંચાયતના સદસ્ય લલિતભાઈ કાસુન્દ્રાએ જીલ્લા પંચાયત મોરબીના ડી.ડી.ઓ.ને રજુઆત કરતા જણાવ્યુ છે કે, રવાપર ગામ અને ગામતળ હેઠળ આવતી સોસાયટીઓમાં 40 હજારની આસપાસની વસ્તી છે. વસ્તીના પ્રમાણમાં પાણીની નગણ્ય સુવિધાને કારણે વિસ્તારના લોકો વ્યાકુળ થઈ ગયા છે. પાણી પ્રશ્ને પંચાયતમાં રજુઆત કરવા લોકોના ટોળા રોજ ઘસી જાય છે. આમ છતા એમની રજુઆત કાને ધરાતી નથી. આથી સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોચી ગયો છે....

ફોટો - http://v.duta.us/mPvXYQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gNS8rwAA

📲 Get gujaratnews on Whatsapp 💬