[gujarat] - રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિને લઈ સરકાર હરકતમાં

  |   Gujaratnews

રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિને લઈ સરકાર હરકતમાં આવી છે. આ મામલે આવતીકાલે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે રિવ્યુ મીટિંગ બોલાવી છે. સરકાર દ્વારા કહેવમાં આવ્યું છે કે, આવનાર ઉનાળાના સમયમાં નાગરિકોને પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે. આ મામલે રાજ્યનાં નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના 6 કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પુરુ પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીનો જથ્થો રાજ્યના નાગરિકોને પહોંચે તે માટે રાજ્ય સરકારે સઘન આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, હાલમાં રાજ્યનાં 8911 ગામ, 162 શહેરોમાં નર્મદાનું પાણી મળી રહ્યું છે. પરંતુ ડેમમાંથી પાણી આપી શકીએ તેવી સ્થિતિ નથી. ગતવર્ષ કરતા ચાલુ વર્ષે પાણીનો જથ્થો નહીવત છે. હાલમાં દરરોજ 375 કરોડ લીટર પાણી અપાઈ રહ્યું છે....

ફોટો - http://v.duta.us/aJEmCgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fQ8W0wAA

📲 Get gujaratnews on Whatsapp 💬