[gujarat] - રેલવે જનરલ કોચના પ્રવાસીને બાયોમેટ્રિક ટોકન આપશે, સ્કેન કરવાથી જ કોચમાં પ્રવેશ મળશે

  |   Gujaratnews

। સૂરત ।

રેલવેના જનરલ કોચમાં ભીડને કારણે પ્રવાસીઓને વેઠવી પડતી મુશ્કેલીનો અંત લાવવા રેલવે હવે જનરલ કોચમાં પણ બાયોમેટ્રિક ટોકનથી પ્રવાસીને પ્રવેશ આપશે. રેલવે ટૂંક સમયમાં જ આ વ્યવસ્થા અમલી બનાવવા જઇ રહી છે. રેલવેનું કહેવું છે કે તેને કારણે જનરલ કોચમાં પ્રવાસીઓ વચ્ચે થતી રકઝક ઘટશે અને સીટ રોકીને તેનું વેચાણ કરતા કુલી અને અન્ય કર્મચારીઓ પર પણ લગામ લાગશે. પ્રવાસી ટિકિટ ખરીદે તે સમયે જ તેને બાયોમેટ્રિક ટોકન આપવામાં આવશે. પ્રવાસીએ જનરલ કોચ બહાર લાગેલા સ્કેનર પર તે ટોકન સ્કેન કરવાનું રહેશે. સ્કેનિંગ સફળતાપૂર્વક થશે તો જ આરપીએફના જવાન પ્રવાસીને કોચમાં પ્રવેશ આપશે. જનરલ કોચમાં જેટલી બેઠકો હશે તેટલી જ ટિકિટ ફાડવામાં આવશે. તેને કારણે ભીડ નિયંત્રણમાં રહેશે. ગરમીમાં પ્રવાસીઓની ભીડને નિયંત્રણમાં લેવી તે રેલવે સામેનો પડકાર છે. તેથી કોચમાં જેટલી બેઠક હોય તેટલા જ બાયોમેટ્રિક ટોકન આપવામાં આવશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hXfBUQAA

📲 Get gujaratnews on Whatsapp 💬