[gujarat] - લગ્ન પતાવી ઘરે આવવા નીકળેલા બે સગાભાઇના અકસ્માતમાં મોત

  |   Gujaratnews

ફતેપુરા તાલુકાના સુખસર ગામના બે સગાભાઇ પારેવા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી રવિવારની રાત્રે લગ્ન પ્રસંગ પતાવી પરત ઘરે આવતા લખણપુર પાસે અકસ્માતમાં બંનેના મોત થયા હતા. આ ઘટનાને લઇ પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. પોલીસે અજાણ્યા ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સુખસર ગામના મોહનભાઇ મુળજીભાઇ ભુનેતર અને દિનેશભાઇ મુળજીભાઇ ભુનેતર રવિવારના રોજ સાંજના સમયે બાઇક લઇને પારેવા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જે લગ્ન પતાવી રાત્રીના સમયે પરત સુખસર આવવા નીકળ્યા હતા. તે દરમિયાન લખણપુર નજીક કોઇ અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ઝાડ સાથે અથડાઇ હતી જેમાં બંને સગાભાઇઓના સ્થળ પર જ મોત થયા હતા....

ફોટો - http://v.duta.us/D-E_eQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lMGPGQAA

📲 Get gujaratnews on Whatsapp 💬