[gujarat] - વડોદરામાં વકીલોની હડતાળનો આજે 12મો દિવસ, ઘંટનાદ કરીને નોંધાવ્યો વિરોધ

  |   Gujaratnews

વડોદરા કોર્ટમાં વકીલોએ બેઠક વ્યવસ્થાના મુદ્દે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે, આજે તેમની હડતાળનો 12મો દિવસ છે, ત્યારે વકીલોએ ભેગા મળીને ડિસ્ટ્રીક જજની સામે ઘંટનાદ કરીને વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યભરના 250 જેટલા બાર એસોસિએશને પત્ર લખવામાં આવ્યો છે.

આવતીકાલે (મંગળવારે) પણ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવા વકીલોએ અપીલ કરી છે. આ સાથે વકીલોની અચોક્કસ મુદતની હડતાલ ચાલું રહે તેવા સ્પષ્ટ એંધાણો દેખાઇ રહ્યા છે. આગામી 30મી તારીખે રાજ્યભરના 250 જેટલા બાર એસોસિએશન વકીલોનું સમર્થન મળી રહે તેના માટે પત્ર લખવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે, વડોદરા કોર્ટમાં નવા કોર્ટ સંકુલમાં વકીલ માટે બેઠક વ્યવસ્થા ન હોવાને લઈને વકીલો છેલ્લા 12 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે જ્યારે વકીલો કડક બન્યા ત્યારે પોલીસ દ્વારા વકીલ મંડળના પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી એકવાર વકીલોએ દેખાવો કરી સવિનય કાનૂનનો ભંગ કરતા પોલીસને દરમિયાનગીરી કરવી પડી....

ફોટો - http://v.duta.us/4MsuYwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fYUNtgAA

📲 Get gujaratnews on Whatsapp 💬