[gujarat] - શહેરમાં વધુ એક એસિડ એટેક, પ્રેમિકાને પામવા પતિએ પત્ની પર કર્યો હુમલો

  |   Gujaratnews

અમદાવાદમા એસીડ એટેકનો સીલસીલો યથાવત છે. અમદાવાદનાં રાણીપ વિસ્તાર બાદ શાહપુરમા પણ પતિએ પત્ની પર એસીડ એટેક કરતા સસરા ઇજાગ્રસ્ત થઇ ગયા છે. શાહપુર પોલીસે પતિ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં એસીડ એટેકની દહેશત ફેલાઇ રહી છે. રાણીપમાં એસિડ એટેકની ઘટના હજૂ શાંત પડી નથી ત્યાં તો અમદાવાદનાં શાહપુરમાં પણ આવી જ ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પ્રેમિકાને પામવા માટે પત્ની પર હિંસક એસિડ એટેકનો હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપી પતિની પત્નીનો તો આબાદ બચાવ થયો હતો પરંતુ તેના સસરા ઇજાગ્રસ્ત થયા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી નરેશનુ અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધ હોવાથી તેણે પોતાની પત્નીને ઘરમાથી કાઢી મુકી હતી. પત્ની દિકરીને લઈને પિયર જતી રહી હતી. નરેશ ષડયંત્ર પુર્વક પ્રેમિકા સાથે શાહપુરના ભગતસિંહના ખાંચાએ પહોચ્યો. ત્યાર બાદ પત્ની અને સસરા સાથે પોતાની દિકરીના નામે ઝગડો કરવા લાગ્યો અને અચાનક પત્ની પર એસીડ એટેક કર્યો હતો. આ દરમિયાન સુદિતભાઈ વચ્ચે આવી જતા તેઓ એસિડના છાંટાથી દાઝી ગયા હતાં....

ફોટો - http://v.duta.us/qcyg8QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/a8jQHAAA

📲 Get gujaratnews on Whatsapp 💬