[gujarat] - શું તરસ્યું રહેશે ગુજરાત? ગુજરાતમાં ડેમોની સ્થિતિ ખરાબ, જાણો ક્યાં કેટલું બચ્યું છે પાણી

  |   Gujaratnews

ગુજરાતના જળાશયો એટલે કે ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. જળસંપત્તિ વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે અત્યારે ગુજરાતના 204 ડેમોમાં અત્યારે માંડ 33.55 ટકા જ પાણી બચ્યું છે. મોટા ભાગના ડેમો સુકાભઠ્ઠ થવા આવ્યા છે. ગત વર્ષે આ જ સમય ગાળામાં ડેમોમાં ૩૦.૯૫ ટકા જળસ્તર હતું. ગુજરાતના 204 પૈકી ૧૭૪ ડેમો એવા છે જેમાં ૨૫ ટકાથી ઓછા ભરાયેલાં છે. ડેમોની ખાલીખમ સ્થિતિ જોતાં ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં જ પાણીની વધુ વિકટ સ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

જળ સંપત્તિ વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે ડેમોમાં પાણી મુદ્દે સૌથી કપરી સ્થિતિ સૌરાષ્ટ્રની છે. આગ ઝરતી ગરમીના પ્રારંભ સાથે જ ગુજરાતમાં ઠેર ઠેર પીવાના પાણીના પોકાર શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં જળસંકટ ઘેરું બનવાના એંધાણ દેખાઇ રહ્યા છે. રાજ્યના 204 જળાશયોમાં 33.55 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. કચ્છના 20 જળાશયોમાં 13.04 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં 10.59 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 22.44 ટકા જથ્થો બચ્યો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 16.24 ટકા જથ્થો અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46.43 ટકા જથ્થો બચ્યો છે. સરદાર સરોવર ડેમમાં 50.89 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે, જેથી આગામી દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બને તેવા એંધાણ દેખાઇ રહ્યા છે....

ફોટો - http://v.duta.us/HxScNgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1ZwaXAAA

📲 Get gujaratnews on Whatsapp 💬