[gujarat] - હું MS યુનિ.માં ગુંડાગર્દી કરૂં છું, આજ પછી કોઈ દિવસ છોકરીઓની છેડતી નહીં કરૂં: ઝુબેર પઠાણ

  |   Gujaratnews

એમ.એસ.યુનિવર્સિટીની વીસીને એસિડ હુમલાની ધમકી આપનાર ઝુબેર પઠાણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે ઝુબેરને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો, અને ત્યાં તેને મુરઘો બનાવવામાં આવ્યો હતો. ઝુબેર પઠાણે ત્યારબાદ પોલીસ સામે કબલ્યું હતું કે, હું MS યુનિ.માં ગુંડા ગર્દી કરૂં છું, આજ પછી કોઈ દિવસ છોકરીઓની છેડતી નહીં કરૂં તેવી ખાતરી આપી હતી.

MS યુનિ.ની વીપી સલોનીને ધમકી મામલે વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીના સત્તાધીશો સમક્ષ અસામાજિત તત્વો સામે પગલાં લેવાની લેખિતમાં રજૂઆત કરી હતી, ત્યારે આ સમગ્ર મામલે યુનિ સત્તાઘીશોએ લાલ આંખ કરતાં એસિડ એટેકની ઘમકીની ઘટના અંગે એક ફેકટ ફાઇન્ડિંગ તપાસ કમિટીની રચના કરી છે.

તમને જણાવીએ આ ઘટનામાં એમ.એસ.યુનિવર્સિટીમાં રેગિંગની ફરિયાદ કરવા ગયેલા વીપી સામે ઝુબેર પઠાણ અને તેના ગ્રુપ દ્વારા એસીડ ફેંકવાની ધમકી આપવાની ચકચારી ઘટના બાદ પોલીસ ફરીયાદ નોંધાઇ હતી અને તમામની ધરપકડ કરવામાં આવી હતી. વીપી સલોની મિશ્રાએ પઠાણ ગ્રુપ દ્વારા યુનિવર્સિટીમાં લવ જેહાદ કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા. વિદ્યાર્થીઓનો ભોળવીને પ્રેમ જાળમાં ફસાવીને તેમને બ્લેકમેઇલ કરવામાં આવતી હોવાનું પણ જણાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/pd0mLgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AlgC-gAA

📲 Get gujaratnews on Whatsapp 💬