[jamnagar] - જામનગરમાં ધી નવાનગર ચેસ એસોસિયેશન દ્વારા ચેસ ટૂર્નામેન્ટનું આયેાજન,40 ખેલાડીએ ભાગ લીધો

  |   Jamnagarnews

જામનગરમાં ઘી નવાનગર ચેસ એસોસીયેશન દ્વારા રોટરી કોમ્યુનિટી હોલમાં તા. 21ના રોટરી કબલ (મેઇન)ના સહયોગથી બાળકો માટેની ચેસ ટુર્નામેન્ટનું આયેાજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ વિભાગમાં 40 જેટલા ખેલાડીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

શહેરમાં યોજાયેલ ધી નવાનગર ચેસ એસોસીયેશન દ્વારા ચેસ ટુર્નામેન્ટમાં યુ-7, યુ-11, યુ-15 એમ ત્રણ વિભાગમાં ખેલાડીઓ જોડાયા હતાં અને પોતાની રમતનું કૌશલ્ય દેખાડયું હતું. આ ટુર્નામેન્ટમાં પાંચ વર્ષની સૌથી નાની ખેલાડી દિશિતા આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ટુર્નામેન્ટના પ્રારંભમાં પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ પ્રથમ બોર્ડની પ્રથમ ચાલ ચાલીને કરાવ્યેા હતો અને ટુર્નામેન્ટમાં યુ-7માં હેત સોરઠીયા પ્રથમ, વિહન જાવીયા દ્રિતીય યુ-11માં, વેદ ભંડેરી પ્રથમ અને રિષભસિંહ દ્રિતીય તથા યુ-15માં દેવ જીવાણી પ્રથમ, રૂશીલ મહેતા દ્રિતીય વિજેતા જાહેર થયા હતાં. વિજેતાઓને ધ્વનિબેન શાહના હસ્તે ટ્રોફી એનાયત કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં અર્બિટરની સેવા હરેન્દ્રસિંહ વાળાએ બજાવી હતી તથા સંચાલન કૃશા હરીયાએ ચીફ અર્બિટર જયસિંહ નેગાંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને ટુર્નામેન્ટને સફળ બનાવવા ધ્વનિબેન શાહ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

ફોટો - http://v.duta.us/U0sphwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0L8M-AAA

📲 Get Jamnagar News on Whatsapp 💬