[kutchh] - અા વખતે ચૈત્ર અને અેપ્રિલ્ માસથી અગનકોપ વરસવાનું શરૂ

  |   Kutchhnews

અા વખતે ચૈત્ર અને અેપ્રિલ્ માસથી અગનકોપ વરસવાનું શરૂ થયું હોય તેમ કચ્છ સહિત રાજયના અનેક વિસ્તારો સિવીયર હિટવેવનો સામનો કરી રહ્યા છે. તેવામાં રવિવારે રવિનો પ્રકોપ અતી ઉગ્ર બન્યો હોય તેમ કંડલા(અે) કેન્દ્રમાં મહતમ પારો 46.8 અેટલે કે 47 ડિગ્રીના અાંકની નજીક પહોંચતા ગાંધીધામ, કંડલા, ગળપાદર, વરસામેડીથી લઇ અંજાર સુધીનો વિસ્તાર અંગારા અોકતી ગરમીથી રીતસરનો તપી ઉઠયો હતો.

અેપ્રિલ માસમાં કચ્છમાં અોલ ટાઇમ હાઇ ટેમ્પરેચરનો અાંક અત્યાર સુધી 45.8 ડિગ્રી હતો જે ભુજમાં 2017ની સાલમાં નોંધાયો હતો. પણ અેપ્રિલમાં મહતમ પારો 46 ડિગ્રીને પાર થઇ ગયો હોય તેવું કચ્છના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હોવાનું હવામાન ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો જણાવી રહ્યા છે. અાકુળ વ્યાકુળ કરી મુકે તેવી ગરમીથી જનજિવન પણ બેહાલ બની ગયું હોય તેમ માર્ગો પર સ્વયંભુ સન્નાટા સહિતનો નજારો જોવા મળતો હતો. ગરમીના કારણે લુ લાગવા અને હિટસ્ટ્રોક સહિતના કેેસોમાં પણ વધારો થયો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Mx6zkwAA

📲 Get Kutchh News on Whatsapp 💬