[kutchh] - ખાવડા પાસેની કંપનીમાં ફરજ બજાવતા રાજકોટના વિપ્ર આધેડની પોરબંદરમાં હત્યા

  |   Kutchhnews

રાજકોટમાં રહેતા અને કચ્છમાં ખાવડા પાસે સોલારીસ કંપનીમાં એચ.આર. હેડ તરીકે નોકરી કરતા હિતેષભાઈ યશવંતભાઈ જોષી (ઉ. વર્ષ 52) નામના આધેડ પોતાની પત્ની હિનાબેન અને માતા ચંદ્રિકાબેન સાથે તા. 25/4 ના રોજ સવારે પોરબંદર ખાતેના પોતાના મકાનની સાફસફાઈ કરવા માટે આવ્યા હતા. ત્યારે હિતેષભાઈના નાના ભાઈ સ્વ. નિલેષની છૂટાછેડા થયેલ પત્ની જ્યોતિબેન અને તેના પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા હતા અને 2 કલાક રોકાયા હતા. ત્યારબાદ રાત્રીના સમયે 2 વાગ્યે જ્યોતિ નિલેષ જોષી, જ્યોતિબેનની આગલા ઘરની દીકરી વિભુતિ, કૃપા અને પુત્ર રવિ અને રવિનો મિત્ર યશ આવ્યા હતા અને ગાડીમાંથી ચડીને વંડી ટપી ઉપર ચડી ગયા હતા અને ચંદ્રિકાબેનને છરી બતાવી હતી તેમજ હિતેષભાઈને ગળામાં દુપટ્ટો બાંધી ગુપ્તભાગમાં ધોકા અને લાકડી મારી છાતીમાં માર મારી, ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને હિનાબેનને પણ આંખે પાટા બાંધી, મોઢે ડૂચો દઈ, ઢોર માર મારી બેભાન જેવા કરી દીધા હતા. પાંચેય શખ્સો હિનાબેન, હિતેષભાઈ અને ચંદ્રિકાબેનને ગાડીમાં નાંખી જ્યોતિબેનના ઘરે રણ વિસ્તારમાં લઈ ગયા હતા. હિતેષભાઈની લાશને ગાડીમાં કવરમાં વીંટીને છાંયા વિસ્તારમાં આવેલ પાર્ટીપ્લોટ પાસે નગરપાલિકા જ્યાં કચરો ઠાલવે છે તે વિસ્તારમાં ખાડામાં લાશને નાંખી દીધી હતી અને તેના ઉપર કચરો નાંખી દીધો હતો. સવારે હિનાબેન અને ચંદ્રિકાબેન ભાનમાં આવ્યા ત્યારે તે જ્યોતિબેનના ઘરમાં હતા અને જ્યોતિબેને એવું જણાવ્યું હતું કે તમને કોઈ અહીં નાંખી ગયું છે તેમ કહી જ્યોતિબેન હિતેષભાઈની કારમાં રાજકોટ સુધી હિનાબેન અને ચંદ્રિકાબેનને મૂકવા ગયા હતા અને રસ્તામાં ધમકી પણ આપતા હતા. આ બનાવ અંગે હિનાબેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી ચક્રો ગતિમાન કર્યા હતા અને પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા હિતેષભાઈની લાશ છાંયા વિસ્તારમાં કચરાના ખાડામાં નાંખી દીધી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મહામહેનતે લાશને ખાડામાંથી બહાર કાઢી હતી અને પી.એમ. માટે મોકલી આપી હતી. આ બનાવ અંગે વધુ તપાસ કમલાબાગના ઈન્ચાર્જ પી.આઈ. વાય.પી. પટેલ ચલાવી રહ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/we3CsAAA

📲 Get Kutchh News on Whatsapp 💬