[kutchh] - મોટા અંગિયાના ગ્રાઉન્ડમાં જુગાર રમતા 8 ઝબ્બે

  |   Kutchhnews

નખત્રાણા તાલુકામાં વગર શ્રાવણે જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી હોય તેમ ખોંભડી બાદ મોટા અંગિયા ગામે ક્રિકેટના મેદાનમાં જાહેરમાં જુગારનો પડ માંડીને બેઠેલા 8 જુગારીઅોને નખત્રાણા પોલીસ પકડી પાડયા હતા. અેક શખસ નાસી છુટયો હતો.

નખત્રાણા પોલીસની અા કાર્યવાહીમાં જિતેન્દ્ર ખીમજી ગરવા, બીપીન પુનાભાઇ ગરવા, નથુ ભીમા રબારી, કીશોર બાબુલાલ ચાવડા, વિપુલ મહેશ ગોર, રાજેશ કેશવજી સોની, રતિલાલ હરિલાલ ચૈાહાણને પકડી પડાયા હતા. અારીફ રાઠોડ નામનો શખસ ભાગી છુટયો હતો.

ઝડપાયેલ શખસો પાસેથી પોલીસે 15,900ની રોકડ કબ્જે લીધી હતી. અા કામગીરીમાં પીઅેસઅાઇ ભરવાડના માર્ગદર્શનમાં પીઅેસઅાઇ પરમાર, અેઅેસઅાઇ રામભા ગઢવી, જયેન્દ્રસિંહ ઝાલા, કાના રબારી, પીન્કરાજસિંહ સોલંકી, મોતીભાઇ દેસાઇ, મેહુલ જોશી, કલ્પેશ ચાૈધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9GpJMQAA

📲 Get Kutchh News on Whatsapp 💬