[kutchh] - મોબાઇલ પર વાત કરવાની ના પાડી તો યુવકે યુવતીને છરી મારી

  |   Kutchhnews

ભુજ રેલવે સ્ટેશને ટ્રેનમાં સફાઇ કામ કરવા માટે ગયેલી યુવતી પર અન્ય અેક યુવકે છરસી મારી ઇજાગ્રસ્ત કરતાં અા યુવતીને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અા ઘટના રવિવારે બપોરના 2 વાગ્યાના અરસામાં ભુજના રેલવે સ્ટેશન પાસે અાવેલ પાર્સલ અોફીસ નજીક ઘટી હતી.

હોસ્પિટલ પોલીસ ચોકીઅે લખાવાયેલ નોંધ અનુસાર લતા રામચંદ્ર તલવાડી(મારવાડી) પોતાની બહેન સાથે સફાઇ કામ કરવા માટે ગઇ હતી. અા સમયે તેમની સાથે સફાઇ કામ કરતા મુસ્તાક રમઝાન સમા નામના યુવકે પોતાનો મોબાઇલ નંબર લતાને અાપી તેની સાથે વાત કરવા જણાવ્યું હતું. અા યુવતીઅે તે કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા મુસ્તાકે પોતાની પાસે રહેલ છરી જમણા હાથના કાંડામાં હુલાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, યુવતી અને તેની બહેન રેલ્વે સ્ટેશને સફાઇ કામ કરે છે, મુસ્તા સમા પણ ત્યાં તેમની સાથે સફાઇ કામ કરે છે, કામના સમયે જ મોબાઇલ નંબર આપવાની ના પાડતા છરી હુલાવી દીધી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Ooo6eAAA

📲 Get Kutchh News on Whatsapp 💬