[nadiad] - પાલી સીમમાં પશુના ભેલાણને લઇને તકરાર

  |   Nadiadnews

સેવાલીયાના પાલી ગામની સીમમાં આવેલ ખેતરમાં પશુઓએ ભેલાણ કરવા બાબતે થયેલા તકરારમાં 3 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને સેવાલીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

સેવાલીયા પાલી ગામની સીમમાં કાલુમીયાં કાસમમીયાં ઠાકોરના ખેતરમાં બાજરીના ઉભા પાકમાં દિનેશ ગોકાભાઇ ભરવાડ, દેવકરણ કાળુભાઇ ભરવાડ તથા ઓગળા સાંઢાભાઇ ભરવાડ (તમામ રહે.સેવાલીયા, રામપુરા) એ તેમના પશુઓ છોડી મૂકતાં, પાકને નુકસાન થયું હતું. જેથી કાલુમીયાંએ ત્રણેયને ઠપકો કરતાં ત્રણેયે તકરાર કરી હતી. આ મામલે સેવાલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/N2GtjQAA

📲 Get Nadiad News on Whatsapp 💬