[navsari] - નવસારીના ખત્રીવાડ ખાતેથી બાઇકની ઉઠાંતરી

  |   Navsarinews

નવસારીના ખત્રીવાડ ખાતે રહેતા ઈસમની પાર્કિંગમાં મુકેલી બાઈક ચોર ઈસમ સ્ટિયરિંગ લોક તોડીને ચોરી ગયો હોવાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસમાં નોંધાઈ છે. વધુ તપાસ પીએસઆઈ એમ. બી. કોંકણી કરી રહ્યા છે.

નવસારીના ખત્રીવાડ પૂર્ણામાતા મંદિરની સામે, રાજતુલસી એપાર્ટમેન્ટમાં રહેતા રાજેસ રાણા વોટર પ્રુફિંગનું કામ કરે છે. તેમણે પોતાના ધંધા અને અંગત વપરાશ માટે બાઇક (નં. GJ-21-BK-321, કિંમત રૂ. 50 હજાર) ખરીદી હતી. તેઓ બાઇક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકતાં હતા. ગત 8 એપ્રિલે રાત્રિના સમય દરમિયાન તેમણે બાઇક તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકી હતી. બીજા દિવસે પાર્કિંગમાં મુકેલી તેમની બાઈક ત્યાં જણાઈ ન હતી. તેમણે આજુબાજુના સ્થળોએ શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી ન હતી. જેથી તેમણે 27મી એપ્રિલે નવસારી ટાઉન પોલીસમાં કોઈ ચોર ઈસમ સ્ટિયરિંગ લોક તોડી તેમની બાઈક ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tSX89QAA

📲 Get Navsari News on Whatsapp 💬