[panchmahal] - ઝાલોદ / ફૂડપોઇઝનિંગની વધુ ૩૦ને અસર થતા સારવાર હેઠળ

  |   Panchmahalnews

બીજા દિવસે પણ આરોગ્યની ટીમ કદવાળમાં સ્ટેન્ડબાય

ભોજનના સેમ્પલો કચ્છની લેબમાં મોકલવામાં આવ્યા

ઝાલોદ: ઝાલોદ તાલુકાના કદવાળ ગામમાં શુક્રવારની રાત્રેલગ્ન પ્રસંગના જમણ બાદ શનિવારની સવારે ફૂડપોઇઝનિંગની અસર થતા ૧૫૦ થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ત્યારે બીજા દિવસે રવિવારે પણ ૩૦ જેટલા લોકોને ફૂડપોઇઝનિંગની અસર થતા કદવાળ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

તેમજ બીજા દિવસે પણ જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં ફૂડપોઇઝનિંગની ઘટના બનતા આરોગ્ય વિભાગના અધિકારીઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. લગ્ન પ્રસંગ દરમિયાન બનાવેલા ભોજનના સેમ્પલો કચ્છ ખાતેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. લગ્નના જમણમાં કયો ખોરાક ખાવાથી ફૂડપોઇઝનિંગની અસર થઇ છે, તેનો રિપોર્ટ એક સપ્તાહમાં આવશે તેમ જાણવા મળેલ છે.હાલમાં ફૂડપોઇઝનિંગના દર્દીઓ કદવાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ છે....

ફોટો - http://v.duta.us/5fmTwAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_f0vPQAA

📲 Get Panchmahal News on Whatsapp 💬