[patan] - સમી / રબારી સમાજના 140 સરકારી કર્મચારીઓ દીકરીઓને ભણાવવા એક મહિનાનો 30 લાખ પગાર દાન કરશે

  |   Patannews

શિક્ષણ માટે 2 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે શિક્ષણ રથ ગામેગામ ફરી રહ્યો છે

શિક્ષણ રથ પ્રસંગે પૂજ્ય કનીરામ બાપુએ પ્રેરણા કરતાં જ નોકરિયાતોએ સામાજિક કર્તવ્ય અદા કર્યું

સમી: સમી-હારિજ-શંખેશ્વર પંથકમાં પથરાયેલા વઢિયાર પંથકના ૪૨ ગામોના રબારી સમાજના 140 સરકારી કર્મચારીઓ દ્વારા પોતાનો એક મહિનાનો પૂરો પગાર સમાજની દીકરીઓના શિક્ષણ માટે અર્પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે 30 લાખ રૂપિયા ફાળો એકત્ર થશે.

સમી ખાતે રબારી સમાજના દિકરા દિકરીઓને શિક્ષણ મળી રહે તેવા શુભ હેતુથી અંદાજે 2 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલનું નિર્માણ થઇ રહ્યું છે. સંકુલના વિકાસ અર્થે વઢિયાર રબારી સમાજ દ્વારા શિક્ષણ માટે સમાજ જાગૃત બને અને સંકુલ માટે ફંડ એકત્રિત થાય તેવા શુભ હેતુથી તાલુકાના ગામડાઓમાં શિક્ષણ રથ ફરી રહ્યો છે. જેમાં રબારી સમાજના લોકો ઉદાર હાથે ફંડ આપી સહભાગી થયા છે. કાર્યક્રમ અંતર્ગત સમાજના 42 ગામોના પી.એસ.આઇ, પોલીસ કોન્સ્ટેબલ, શિક્ષકો, ક્લાર્ક, પટાવાળા, ઓડિટર જેવા હોદ્દા ઉપર નોકરી કરતા 140 જેટલા કર્મચારીઓએ પોતાનો 20 હજારથી માંડી 50 હજાર જેટલો એક મહિનાનો પૂરો પગાર સમાજની દિકરીઓના શિક્ષણ માટે દાન આપવાનું નક્કી કર્યું છે. રબારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ 50 ટકા જેટલું છે. સમાજના 140 સરકારી કર્મચારીઓ પોતાનો 1 મહિનાનો પગાર આપશે. પૂજ્ય કનીરામ બાપુએ કર્મચારીઓને અપીલ કરતા કર્મીઓએ અપીલને વધાવી લીધી છે....

ફોટો - http://v.duta.us/w4pMKAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_y5UqwAA

📲 Get Patan News on Whatsapp 💬