[porbandar] - પોરબંદરમાં ટ્રક હડફેટે ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત

  |   Porbandarnews

પોરબંદરના નાગરવાડામાં રહેતા રમેશ પ્રેમજીભાઈ જુંગી (ઉ. વર્ષ 36) નામનો યુવાન કલરકામ અર્થે ઈન્દીરાનગર વિસ્તારમાં ગયો હતો. અને આ યુવાન હાઈવે ક્રોસ કરતો હતો તે દરમિયાન એક ટ્રક GJ 32 T 2400 ના ટ્રકચાલકે પૂરઝડપે ટ્રક ચલાવી આ યુવાનને હડફેટે લેતા યુવાનના બન્ને પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા આ યુવાનને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે રીફર કરવામાં આવ્યો હતો. આ યુવાનની હાલત અતિ ગંભીર હોય અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન હેમરેજ હોવાનું જણાતા વધુ સારવાર માટે આ યુવાનને અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતો હતો પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નિપજતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DYBf3AAA

📲 Get Porbandar News on Whatsapp 💬