[porbandar] - પોરબંદર શહેરમાં વલ્લભસાખી રસપાનમાં વૈષ્ણવો રસતરબોળ

  |   Porbandarnews

પોરબંદરમાં જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યના 542 મા પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વસંતકુમારજીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં બપોરે 3:30 થી 7 વાગ્યા સુધી વચનામૃતનું રસપાન સંગીત સાથે કરવામાં આવી રહ્યું છે. બિરલા હોલમાં આયોજીત વલ્લભસાખી રસપાનમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો રસતરબોળ બની રહ્યા છે. વલ્લભાચાર્ય હવેલી ખાતે આજે 29 એપ્રિલ સોમવારના રોજ ભવ્ય કુનવારા મનોરથ યોજાશે. આ કાર્યક્રમોની સાથોસાથ સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે જેમાં લાયન્સ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. તા. 30 એપ્રિલ મંગળવારના દિવસે ભાવસિંહજી હોસ્પિટલ, લેડી હોસ્પિટલ, શીશુકુંજ તથા અંધગુરૂકુળમાં ફૂડ બિસ્કીટ વિતરણ તેમજ અનાજ તથા તેલ અર્પણ કરાશે.

ફોટો - http://v.duta.us/1PZjrQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4qd3_AAA

📲 Get Porbandar News on Whatsapp 💬