[surat] - આંશિક રાહત / ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી તાપીના કોઝ-વેનું લેવલ 4.44 મીટરે પહોંચ્યું

  |   Suratnews

પાણીની સમસ્યા સહન કરવાનું લોકોના શિરે આવ્યું

5 મીટરનું લેવલ તેમ છતાં જળવાયુ નથી

સુરતઃ ઉકાઇ ડેમમાંથી છોડાયેલા 3 હજાર ક્યુસેક પાણીથી કોઝ-વેની માંડ 4.44 મીટરે સપાટી થઈ છે. પરંતુ સુરતીજનોની પાણીની જરૂરિયાત પુરી પાડતા કોઝ-વે જળાશયનું લેવલ છેલ્લા મહિનાથી 5 મીટરે હજી જળવાયું નથી. સિંચાઈ ખાતુ લેવલ જાળવવા શહેરના હક્કનું પાણી છોડવામાં પાછીપાની કરતાં પરિસ્થિતિ બદ્દતર થતી જઈ રહી છે.

કોઝ-વે જળ સ્તરમાં આંશિક વધારો

ગરમીમાં પાણીની જરૂરિયાત વધી છે ત્યારે છેલ્લા ઘણાં સમયથી કોઝ-વે જળ સ્તર ગગડી ગયું છે. તેથી પાણીની સમસ્યા સહન કરવાનું લોકોના શિરે આવ્યું છે. લોકોની સમસ્યાનો હલ આવે તે માટે પાલિકા હાઇડ્રોલિક ખાતાએ માંગણી કરતાં 3 હજાર ક્યુસેક પાણી આખરે છોડાયું છે પરંતુ તેની માંડ અસર નોંધાઇ રહી છે. તારીખ 28 મી ને રવિવારે સાંજે લેવલ 4.44 મીટરે નોંધાયું હોવાનું કોઝ-વે કન્ટ્રોલે જણાવ્યું છે. જોકે, 5 મીટરનું લેવલ તેમ છતાં જળવાયુ નથી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6juXMAAA

📲 Get Surat News on Whatsapp 💬