[surat] - પાંડેસરામાં માતાની નજર સામે જ પાણીની ટાંકીમાં ડૂબી જતાં 2 વર્ષની બાળકીનું મોત

  |   Suratnews

પાંડેસરામાં ઘર નજીક રમતા રમતા બે વર્ષની બાળકી માતાની નજર સામે જ પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. પુત્રી ટાંકીમાં પડી જતા માતાએ બૂમાબૂમ કર્યા બાદ પડોશીઓ દોડી આવ્યા હતા અને બાળકીને ટાંકી માંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

પાંડેસરા બમરોલી રોડ આશાપુરી સોસાયટી ખાતે રહેતા બિપીનભાઇ પાલ ડાઈંગ મીલમાં નોકરી કરે છે. રવિવારે બપોરે તેમની પત્ની ઘરમાં હતી અને પુત્રી સૃષ્ટી(2) ઘરની બહાર રમતી હતી. અચાનક રમતી બાળકી ટાંકી પાસે પહોંચી હતી. બીજી બાજુ થોડો સમય બાદ તેમની પત્ની ઘરની બહાર નીકળ્યા ત્યારે સૃષ્ટિ ન દેખાતા તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન માસુમ સૃષ્ટિ ઘરની બહાર ખુલ્લી પાણીની ટાંકીમાંથી ડુબેલી હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના સીએમઓ ડો. દિનેશ મંડલે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/M5VgEQAA

📲 Get Surat News on Whatsapp 💬