[surat] - મુંબઈના હીરા ઉદ્યોગકારના 120 કરોડના ઉઠમણાંની ચર્ચા

  |   Suratnews

રવિવારે સવારથી એન્ટવર્પ-મુંબઈના હીરાઉદ્યોગકારે 120 કરોડથી વધુનું ઉઠમણું કરી લીધું હોવાની ચર્ચાથી સ્થાનિક હીરા બજારમાં હડકંપ મચી ગઇ છે. શાહ અટકધારી વેપારીના ઉઠમણામાં સુરત, મુંબઈ બીકેસી અને એન્ટવર્પના વેપારીઓનું પેમેન્ટ ફસાયુ હોવાની પણ વાત ચર્ચાઇ રહી છે.

મુંબઈ બ્રાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્ષના ભારત ડાયમંડ બુર્સ (બીડીસી)માં ઓફિસ ધરાવનાર શાહ અટકધારી ઉદ્યોગકારે રૂ.120 કરોડથી વધુમાં ઉઠમણું કરી લીધું હોવાની વાત ચર્ચાઇ રહી હતી. સ્થાનિક હીરા ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉઠમણું કરનાર ઉદ્યોગકાર જ્વેલરી મેન્યુફેક્ચરીગનું યુનિટ પણ ધરાવે છે. કોઈ પણ વેપારીએ શાહ અટકધારી વેપારી સાથે વેપાર કરવો નહીં તેવા મેસેજ પણ સોશિયલ મીડિયા પર ફરતાં કરવામાં આવ્યા હતા. ઉઠમણાના કારણે કુલ 30 જેટલા સુરત,મુંબઈના બીકેસી અને એન્ટવર્પના વેપારીઓના રૂપિયા ફસાયા છે. આ વેપારી પોલિશ્ડ હીરાની ખરીદી બીકેસીમાંથી કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ફરી ઉઠમણાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે તેના પડઘા રૂપે સુરતના હીરા બજારમાં પણ ઘણી પેઢીઓ કાચી પડે તેવી ચિંતા પણ સેવાઇ રહી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/I0ZHpgAA

📲 Get Surat News on Whatsapp 💬