[surat] - મર્ડર / સુરતના નાનપુરામાં યુવાનની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરાઈ

  |   Suratnews

યુવકના હાથ પર ચપ્પુના ચાર ઘા મારાયા છે

છાતી પર ઘાતકી રીતે 5થી 6 ઘા મરાયા છે

સુરતઃ નાનપુરા વિસ્તારમાં આવેલા દયાળજી બાગ નજીક યુવાનને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મોડી રાત્રે રોડ પરથી લોહીલુહાણ હાલતમાં મળી આવેલા યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.

લોહીલુહાણ હાલતમાં રસ્તા પરથી મળ્યો

મળતી માહિતી અનુસાર, સલાબતપુરા રેશમવાડ કબ્રિસ્તાન પાસે મોહમ્મદ ખલીલ ગુલામ બહાદુર શેખ(ઉ.વ.39) પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ રાત્રે નાનપુરા દયાળજી બાગ નજીક અજાણ્યા ઈસમોએ તેને 10થી 12 જેટલા ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ માથા પર લાકડાના ફટકાના ઘા મારી ભાગી ગયા હતી. દરમિયાન રાહદારીઓને લોહીલુહાણ હાલતમાં મળી આવતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.

ફોટો - http://v.duta.us/I9fiQgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fd_7KQAA

📲 Get Surat News on Whatsapp 💬