[surat] - સટ્ટો / સુરતમાં નોટબંધીથી ધંધામાં મંદી આવતાં બે ભાગીદારો ક્રિકેટ પર બેટીંગ કરતાં પકડાયા

  |   Suratnews

વ્યાજના ધંધામાં મંદી આવી ગઈ હતી

બે ભાગીદારોનું લાખોનું દેવું થયું હતું

સુરતઃનોટબંધી વખતે વ્યાજના ધંધામાં મંદી આવી જતા બે ભાગીદારોનું લાખોનું દેવું થયું હતું. જેના કારણે બન્ને ભાગીદારોએ ભાડાની દુકાનમાં વ્યાજનો ધંધો બંધ કરી ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમાડવાનું શરૂ કરી દીધું હતું. જેમાં પુણા પોલીસે બાતમીને આધારે બન્ને સટોડીયાઓને પકડી પાડી રોકડા 22 હજાર, ટીવી અને મોબાઈલ સહિત 96 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુણા સીતાનગર પાસે આવેલ ક્રિએશન પ્લાઝાની દુકાનમાં પુણા પોલીસે રેડ કરી હતી. દરમિયાન સોહમ કિશોર કોરાટ (રહે, હેપ્પી બંગલોઝ ત્રિકમ નગર ઍલ.ઍચ.રોડ) અને દિગેશ રમેશ હિરપરા (રહે, ગીરધર પેલેસ માતાવાડી ઍલ.ઍચ. રોડ) આઈપીઍલની હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ મેચ પર ઓનલાઇન એપ્લીકેશન પર સટ્ટો રમાડતાં રંગેહાથે પકડાયા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/FNeiaQAA

📲 Get Surat News on Whatsapp 💬